If you or a family member is dealing with sudden belly pain, a newly discovered cyst, or a diagnosis of pancreatitis or a tumor, you are not alone. Here is clear, doctor-reviewed guidance explaining what is happening inside your body, what treatments actually work, and when to seek urgent medical attention. જો તમને અથવા તમારા પરિવારજનને પેટમાં અસહ્ય દુખાવો, સ્વાદુપિંડમાં સોજો (પેન્ક્રિયાટાઇટિસ), પથરી કે કોઈ ગાંઠ જણાઈ હોય, તો ગભરાવાને બદલે સાચી માહિતી મેળવવી સૌથી મહત્વપૂર્ણ છે. અહીં સરળ ભાષામાં સમજો કે શરીરમાં શું થઈ રહ્યું છે, કઈ સારવાર શ્રેષ્ઠ છે અને ક્યારે તાત્કાલિક ડૉક્ટરને મળવું.
The pancreas is a 6-inch organ resting deep in the upper stomach area, safely behind the stomach. Think of it as your body's master digestive kitchen and natural blood sugar manager: સ્વાદુપિંડ પેટના ઉપરના ભાગમાં જઠરની પાછળ આવેલું આશરે ૬ ઇંચ લાંબુ મહત્વપૂર્ણ અંગ છે. તે શરીરમાં મુખ્યત્વે બે મહત્વના કાર્યો સંભાળે છે:
Every time you eat, the pancreas produces natural digestive juices that flow through a small drainage tube into the intestine to break down oils, fats, and proteins. When this tube gets blocked by a gallstone or irritated by alcohol, these juices get trapped inside and irritate the gland itself—causing the sudden, sharp pain known as pancreatitis. તમે જે ખોરાક ખાઓ છો તેમાંથી તેલ, ઘી અને પ્રોટીન પચાવવા માટે સ્વાદુપિંડ જરૂરી પાચક રસો બનાવે છે. જ્યારે પિત્તાશયની પથરી કે દારૂને કારણે આ નળી બંધ થાય છે, ત્યારે આ પાચક રસો અંદર જ ફસાઈને સોજો પેદા કરે છે, જેનાથી અસહ્ય દુખાવો થાય છે.
Specialized microscopic cells in the pancreas release natural insulin directly into your bloodstream to balance blood sugar. In chronic swelling or long-term stone blockage, protecting these precious cells during treatment is vital so patients can maintain healthy blood sugar without severe diabetes. સ્વાદુપિંડના ખાસ કોષો કુદરતી ઇન્સ્યુલિન બનાવીને સીધા લોહીમાં મોકલે છે જે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. લાંબા ગાળાના સોજા કે પથરીની સારવાર વખતે આ કોષોને સાચવી રાખવા ખૂબ જરૂરી છે જેથી દર્દીને ડાયાબિટીસ ન થાય.
Clear knowledge removes unnecessary fear and helps you understand what treatment steps are truly needed. સાચી માહિતીથી ખોટો ડર દૂર થાય છે અને ક્યારે કઈ સારવાર જરૂરી છે તે સ્પષ્ટ સમજાય છે.
A sudden, intense flare-up of swelling in the pancreas that comes on over a few hours. In more than half of all cases, small gallstones slip out of the gallbladder and temporarily plug the drainage tube. With prompt IV fluids and hospital care, most patients recover fully without open surgery. અચાનક થોડા કલાકોમાં સ્વાદુપિંડમાં થતો ગંભીર સોજો. મોટાભાગના કિસ્સામાં પિત્તાશયમાંથી સરકેલી નાની પથરી નળીમાં ફસાઈ જવાથી થાય છે. સમયસર હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લેવાથી મોટાભાગના દર્દીઓ ઓપરેશન વગર સાજા થઈ જાય છે.
When repeated inflammation leaves hard calcium stones and scar tissue blocking the pancreas drainage tube. This leads to nagging daily pain, poor digestion, and unintended weight loss. Frey’s procedure is a gland-saving surgery that clears out these painful stones, giving over 85% to 90% of patients long-lasting freedom from pain. વારંવાર સોજો આવવાને કારણે સ્વાદુપિંડની નળીમાં પથરી જામી જવી અને નળી સાંકડી થવી. આનાથી દરરોજ દુખાવો, વજન ઘટવું અને અપચો થાય છે. ફ્રેઝ સર્જરી (Frey's Procedure) દ્વારા આ પથરીઓ કાઢી નળી ખોલવાથી ૮૫-૯૦% દર્દીઓને કાયમી દુખાવામાંથી મુક્તિ મળે છે.
Growths or tumors developing in the pancreas, most frequently in the 'head' (the right side of the organ). Early growths often cause no stomach pain, but they cause telltale yellow eyes (jaundice), dark urine, and sudden weight loss. When detected in time, specialized surgery (the Whipple procedure) safely removes the tumor and reconnects digestion. સ્વાદુપિંડના માથા કે પૂંછડીના ભાગમાં થતી ગાંઠ. શરૂઆતમાં કોઈ મોટો દુખાવો થતો નથી, પરંતુ આંખો પીળી થવી (કમળો), પેશાબ લાલ થવો અને વજન ઝડપથી ઘટવું જેવા સંકેતો મળે છે. સમયસર નિદાન થાય તો વ્હિપલ સર્જરી દ્વારા ગાંઠને જડમૂળથી દૂર કરી શકાય છે.
Fluid-filled sacs or pockets spotted incidentally on an ultrasound or CT scan done for something unrelated. Finding a cyst sounds alarming, but the reassuring reality is that the vast majority are completely harmless and non-cancerous. A simple yearly checkup is usually all that is required. બીજી કોઈ તપાસ દરમિયાન અચાનક સોનોગ્રાફી કે સીટી સ્કેનમાં દેખાતી પાણી ભરેલી નાની ગાંઠો (સિસ્ટ). સિસ્ટનું નામ સાંભળી ગભરાવાની જરૂર નથી, કારણ કે મોટાભાગની સિસ્ટ કેન્સર હોતી નથી અને ફક્ત નિયમિત સોનોગ્રાફીથી તેના પર નજર રાખવાની હોય છે.
A direct, forceful hit to the upper belly—such as a bicycle handlebar impact in children, a road traffic accident, or a hard fall—can compress the soft pancreas against the rigid spine. A prompt check ensures the internal drainage tube is undamaged and avoids internal fluid leaks. સાયકલના હેન્ડલ વાગવાથી, વાહન અકસ્માતમાં કે ઊંચાઈ પરથી પડવાથી પેટ પર વાગે ત્યારે કરોડરજ્જુ વચ્ચે સ્વાદુપિંડ દબાવાથી ઇજા થઈ શકે છે. સમયસર તપાસથી અંદરની નળીને નુકસાન થયું છે કે નહીં તે જાણી યોગ્ય સારવાર કરી શકાય છે.
Use this simple checklist to know when symptoms are an emergency requiring hospital admission versus when a routine clinic appointment is completely fine. આ સરળ યાદી વડે સમજો કે કયા લક્ષણોમાં તરત જ હોસ્પિટલ પહોંચવું જરૂરી છે અને કયા લક્ષણોમાં સામાન્ય ઓપીડીમાં સલાહ લઈ શકાય છે.
What you eat directly affects how hard your pancreas has to work. Following these gentle, everyday rules prevents flare-ups and keeps digestion smooth. તમે જે ખાઓ છો તેની સીધી અસર સ્વાદુપિંડ પર પડે છે. આ સરળ નિયમો પાળવાથી વારંવાર થતો દુખાવો અટકે છે અને પાચન સારું રહે છે.
For complex surgical opinions, severe pancreatitis hospital admissions, or a calm second opinion on pancreatic scans and Whipple surgery, consult Dr. Naresh Gabani at the Department of Surgical Gastroenterology, Gujarat Gastro and Vascular Hospital, Adajan, Surat. જટિલ સર્જરી, એક્યુટ પેન્ક્રિયાટાઇટિસની સારવાર કે સીટી સ્કેન રિપોર્ટની બીજી સલાહ માટે ગુજરાત ગેસ્ટ્રો એન્ડ વાસ્ક્યુલર હોસ્પિટલ (અડાજણ, સુરત) ખાતે ડૉ. નરેશ ગબાણી (M.Ch. SGPGI લખનૌ)નો સંપર્ક કરી શકો છો.